પાસે નથી છતાં પળે પળ તારા સાથનો આભાસ થાય છે,
અંતર છતાં લાગે છે એક તારો અને મારો શ્વાસ થાય છે,
આંખ ના પલકારે બસ રાહ તારી જોવાય છે…
તારી આસપાસ વહેતી હવાઓથી ઈર્ષ્યા મને થાય છે,
જોઉં સોમ ની શીતળતાને તો તારું નૂર ચમકતું દેખાય છે,
આંખ ના પલકારે બસ રાહ તારી જોવાય છે…
તારી સાથેની મુલાકાતો રાત ના સપનામાં રહી જાય છે,
તારી યાદ ના એક ધબકારે મારી આ આંખ ખુલી જાય છે,
આંખ ના પલકારે બસ રાહ તારી જોવાય છે…
ક્યાંક ખોવાઈને આ મન અચાનક ઘણુંબધું ભૂલી જાય છે,
ક્યારેક બને સ્તબ્ધ તો ક્યારેક તારા વિચારોમાં વહી જાય છે,
આંખ ના પલકારે બસ રાહ તારી જોવાય છે…
લાગણીઓ ના પ્રવાહ માં મારું મન ક્યાંય તણાઈ જાય છે,
આ મન હવે કોઈ અલગ જ દુનિયામાં ખોવાઈ જાય છે,
આંખ ના પલકારે બસ રાહ તારી જોવાય છે…
ધ્રુવ પટેલ (અચલ)