અમે તારા પેઈંગ ગેસ્ટ ને તું અમારો માલિક
ક્ષણિક જીવન છે અમારું જીવવાનું છે ઘડીક
તું તો છે દિલદાર ઘણો નહીં માંગે કોઈ ભાડું,
પૂરતું છે તે આપ્યું એ ચલાવવા જીવન ગાડું
આવશું પાછા તારી જ પાસે નહીં કરીએ મોડું
શીખવાડી દે ને અમને જીવન જીવવાનું થોડું
તે અમને મોકલ્યા છે કંઇક કામ કરવા સારું,
અમે તો અહીં ગુંચવાયા, આ તારું આ મારું
યાદ તારી આવે જ્યારે આવે આફતો નું ધાડું
અમને તો બસ ભાવે મહેનત વિનાના લાડું
દેવમ સંઘવી “તત્ત્વમ્”