કોઈ આશા ન જોઈને ગભરાયા છે,
અમુકને તો કોરોના મજાક લાગે છે.
દેખાડો કરનારાનો રાફડો ફાટયો છે,
બચાવના નામે ઉલ્ટી સલાહ આપે છે
ઊંઘતી પ્રજાને મરવાનો ડર લાગે છે,
સામે મૃત્યુ જોઈને વિચારો ભાગે છે.
અચાનકથી ઈશ્વર અટકળ બન્યો,
શક્તિ સ્થાનો હવે સૂમસામ ભાસે છે.
પ્રકૃતિને નુકસાન કરી વિચાર્યું છે એણે?
જે માનવી પ્રકૃતિ પાસે વરદાન માંગે છે.
પ્રકૃતિ શું કરે ? ફળ તો ભોગવવા પડે,
સિમેન્ટ કોંક્રિટના વનમાં સંતાપ જાગે છે.
હજારો મૂર્ખતા કરી જીવી રહ્યો છે અહીં,
આ તો મા પ્રકૃતિ છે જે એને સાખે છે.
કોરોના થોડા સમયમાં વિદાય લેશે,
સવાલ એ છે કે કેટલા મનુષ્ય જાગે છે.
વર્ષોથી રહ્યો નથી પરિવાર સાથે છતાં,
ઘરમાં બેસી રહેવામાં તેને કાંટા વાગે છે.
રોજનું કમાઈને રોજ ખાનારા શું કરશે?
પ્રીતને માથે બસ એ જ સવાલ નાચે છે.
પ્રીત લીલા ડાબર
Vibrant writer