પ્રજા જે બાજું હોય વાયરો તે બાજું જ વાય છે
પ્રજાનો સવારનો અભિપ્રાય સાંજે ફરી જાય છે
વાત ન્યાય, મીડિયા કે ખોટાં રાજની ક્યાં કરવી
પ્રજા હવે ખોટાંઓનાં વચનોથી જ સંતોષાય છે
લોકરંજનકળા જ છે રહ્યો હવે એકમાત્ર માપદંડ
તેનાંથી જ નેતાઓ,સાધુઓની નિષ્ઠા પરખાય છે
ટૂંકા ગાળાનો સ્વાર્થ જ બન્યો પ્રજાનો જીવનમંત્ર
મા ભારતી સરદાર,ગાંધીની રાહ જુએ જાય છે
જણનારીમાં જોર નથી ને સુયાણી પણ છે ગદ્દાર
લોકશાહીની પ્રસૂતિની તારીખો ફરતી જાય છે
અમલદાર,પક્ષો,મીડિયા,ન્યાયતંત્રથી ઉંચી છે પ્રજા
લોકોથી,લોકો વડે,લોકોની સતા ભૂલતી જાય છે
છે વ્યાખ્યા ભક્તની ને કાં વ્યાખ્યા દેશદ્રોહીની
પોતે બધાંથી ઉપર છે એ પ્રજા વીસરતી જાય છે
-મિત્તલ ખેતાણી