હાઈકુ – પ્રજાસત્તાક
સાહિત્યકાર – પ્રીત લીલા ડાબર
ઉઠવું પડે
નોકરી છે એટલે
પ્રજાસત્તાક
બધા ખરાબ
હું જ છું શાહુકાર
પ્રજાસત્તાક
સફેદ લીલો
સાથે છે કેસરિયો
પ્રજાસત્તાક
મનાવી લીધો
તિરંગા કપડાથી
પ્રજાસત્તાક
બપોર થઇ
રસ્તે પડ્યા છે ઝંડા
પ્રજાસત્તાક
કચરો કરી
સૌ થઈ ગયા છુટ્ટા
પ્રજાસત્તાક
વાતો છે મોટી
હકીકત છે જુદી
પ્રજાસત્તાક
મૂર્ખો ની ભીડ
રાજનીતિક ગુલામ
પ્રજાસત્તાક
નક્કામું કામ
ભ્રષ્ટ પર લગામ
પ્રજાસત્તાક
સ્ત્રી સન્માન
બળાત્કારીને ડામ
પ્રજાસત્તાક
વોટ નો હક
નથી મફત કામ
પ્રજાસત્તાક
ઉપહાર છે
એટલે બેખબર
પ્રજાસત્તાક
ઘણી યાતનાઓ
શહાદતો અનામ
પ્રજાસત્તાક
હક્કો ભોગવી
ફરજો ના ચૂકવું
પ્રજાસત્તાક
પ્રજા છે રાજા
નેતાઓ છે સેવક
પ્રજાસત્તાક
– પ્રીત લીલા ડાબર
Vibrant writer
દાહોદ ગુજરાત