પહોચી નજર ની ટપાલ દિલ સુધી.
વ્હાલ વિસ્તરી ગયું પ્રીત સુધી.
કોઇક ખૂણા મા ગુલદસ્તો મુક્યાની,
વાત પ્રસરી ગઇ ભીંતે ભીંત સુધી.
આભાર છે આ તો સઘળી હાર નો,
જે ખેંચી લાવી છે મને જીત સુધી.
મારા શ્વાસોશ્વાસ ને સુર આપીને,
એક વાંસળી લઇ ગઇ સંગીત સુધી.
દોઢ દાયકા ના દુઃખો છુપાવવાના હતાં,
ખેંચવી પડી મુસ્કાન દોઢ મિનીટ સુધી.
તિરાડ છે દીવાલ મા, ધ્યાન રાખજો,
વાત પહોંચવી ના જોઈએ ઈંટ સુધી.
– હાર્દિક મકવાણા(હાર્દ)