દોસ્ત જેવો છે, દૂર મારો છે,
પ્રેમનો એમાં સૂર મારો છે.
બલ્બ ચમકે ગઝલથી ચ્હેરાનું,
એની અંદરનો નૂર મારો છે.
લાગણી ના ઉકેલી શક્યો હું,
એટલો બસ કસૂર મારો છે.
થઇ રહ્યો છે વિકાસ ભારતનો,
વૉટ એમાં જરૂર મારો છે.
ક્રોધમાં હો કે પ્રેમપૂર્વક છે,
તારી પાસે ગુરૂર મારો છે.
કાગ લેવા જે શ્રાદ્ધ આવ્યો છે,
ઘરનો સભ્ય ચતૂર મારો છે.
~ સિદ્દીકભરૂચી.