પ્રેમ એટલે
શરીરમાં પ્રાણ..
વિચારોમાં ખાણ..
સાંજમાં ઉજાસ..
પરોઢમાં પ્રભાસ..
ભોજનમાં સ્વાદ..
ડમરૂમાં નાદ..
દુકાળમાં નીર..
મિઠાઇમાં ખીર..
એકાંતમાં છત..
શ્નાવણમાં વ્રત..
વર્ષો જૂનું તપ..
મારો મારામાં સંપ..
પ્રેમ એટલે મૃગજળ ભણી તલપ…!
~ હિરલ જગડ “હીર” ?