આકાશમાં જેટલા છે તારા
એટલા મગજમાં છે વિચારો મારા
ખરાબ છે, કે પછી છે સારા
બધા ન બોલાય
ઘણાને કરવા પડે છે નકારા.
મનથી જીભ પર લાવતા
વિચારોને ફિલ્ટરમાંથી પસાર્યા
બધું વિચારેલું બોલું
તો કેટલાય રાયતા ન ફેલાઉં?
કવિતા….
એક મોટું ફિલ્ટર
બારીકીથી શબ્દોને છાંટે
વિચારોને સુંદરતા આપે
કાલ્પનિક દુનિયાને પણ, જીવિત કરી નાખે.
ફિલ્ટર
એક અત્યંત જરૂરી વસ્તુ
ગેરસમજનો જન્મ થવા ન દે…..અને……
આસ પાસ, પ્રેમ અને શાંતિ બનાવી રાખે.
– શમીમ મર્ચન્ટ “શમા”