ફુલ છું,તો ત્યાં સુધી ઈઝઝત કરી,
જ્યાં સૂકાવા લાગતાં નફરત કરી.
દોસ્ત તેં , આ પ્રેમ કરવાથી વધું,
દુશ્મની પાછળ ઘણી મહેનત કરી.
એ કમાયા “દોસ્તો”, પરદેશ જઇ,
ને અમે લૂંટી અહીં દોલત કરી.
મજનૂની પણ કૈ’ દશા સારી હતી,
હે ચમન,કોણે આ તુજ હાલત કરી.
જ્યાં અટકયું’ તું અમારૂં કામ ત્યાં,
કોઈએ નહિ પૈસાએ સવલત કરી.
સિદ્દીકભરૂચી.