થાય સ્વાર્થ પુરો તો લોકો સંગત બદલી નાખે છે,
આવે અભિમાન તો લોકો અંગત બદલી નાખે છે.
કાંઈક જીતની લાલચ પણ એટલી હદ સુધી છે,
કે ના મળે જીત તો લોકો રમત બદલી નાખે છે..
જમાનો બદલાયો ને શોખ હવે મોંઘા થઈ ગયા,
હોય કાંઈ સસ્તું તો લોકો કિંમત બદલી નાખે છે.
બહુ મુશ્કેલ હોય છે કોઈનાં સ્વભાવને ઓળખવું,
સમય બદલાય તો લોકો નિયત બદલી નાખે છે..
વિશ્વાસ હોય એકબીજા પર તો જ સંબંધ ટકે,
ના રહે વિશ્વાસ તો લોકો સોબત બદલી નાખે છે
કાનજી ગઢવી