હુ અસ્મીતાનો અમીરાતી છુ
હુ સંસ્કૃતીનો ઝવેરાતી છુ
હુ ભાઈબંધીનો ભાવાર્થી છુ
હુ અતીથીનો આજ્ઞાર્થી છુ
ભાઈ ભાઈ! હુ મોજીલો ગુજરાતી છુ
હુ માનવી મનથી મોજીલો છુ.
હુ સંગીત સુરથી સુરીલો છુ.
હુ ફરજ હકથી હઠીલો છુ.
હુ દેવામા દાનથી દરીયો છુ.
ભાઈ ભાઈ!હુ મોજીલો ગુજરાતી છુ.
હુ ખુબ ખાવાનો શોખીન છુ
હુ ગરબા રમવાનો શોખીન છુ
હુ ગરબા ગાવાનો શોખીન છુ
હુ ચોસઠ કલાનો શોખીન છુ
ભાઈ ભાઈ! હુ મોજીલો ગુજરાતી છુ.
હુ કાયર કાજે ભારાડી છુ
હુ ખવડાવીને ખાવામા જલાલી છુ
હુ સંઘર્ષની નાવમા ખલાસી છુ
હુ કરી બતાવવાનો કલાકારી છુ
ભાઈ ભાઈ ! મોજીલો ગરવો ગુજરાતી છુ.
હુ જગત જોડે જવલ્લ છુ
હુ રંગે સંગે કસુંબલ છુ.
હુ વટની વાતે વલ્લભ છૂ
હુ ઝડપી કામે સરરર છુ.
ભાઈ ભાઈ!હુ મોજીલો ગુજરાતી છુ.
હુ રીત રિવાજે ધનીક છુ
હુ ચૈત્રનો ફુંકાતો અનીલ છુ
હુ મરદાનગી ઊભરાતી લકીર છુ
હુસાચો સોરઠી ખમીર છુ.
પાકો કાઠીયવાડી ખમીર છુ
ભાઈ ભાઈ!મોજીલો ગુજરાતી છુ.
-ડિશન ડોબરીયા
‘ખમીર’