મય પરસ્ત છું હું દવાનું ન પૂછો !
મને કોઇ મારી દશાનું ન પૂછો!
કદી ઝરમર થૈ વરસશે અહી પણ
નયનમાં વસેલી ઘટાનુ ન પૂછો !
ફૂલો થૈ રહ્યા લાલચોળ શરમથી;
સ્પર્શની પળોમાં હવાનું ન પૂછો !
રહી કંઠમાં એજ ડૂમો બનીને;
નહી નિકળેલી સદાનું ન પૂછો!
કદી ટોચ આવી શકે ખીણ સુધી;
સલામત ગણાતી જગાનું ન પૂછો
હૃદય શું અમે આ દુનિયા ગુમાવી;
વધુ કોઇ એની અદાનુ ના પૂછો !
ભુલી હું ગયો એક અફસોસ રાખી;’
‘અગન’, થઈ ગયેલી ખતાનું ન પૂછો!
-યજ્ઞેશ દવે ‘અગન