હર તબીબો ઈલાજ આપે છે,
માં મને બસ દુઆ જ આપે છે.
દાઢમાં તો કદીક આંખોમાં,
આજ જગ્યા સમાજ આપે છે.
ગમ છે આંખોનો એક પ્લેસિંગર,
અશ્રુઓને અવાજ આપે છે.
બોધ, અંગ્રેજ ઉઘાડો તન રાખી
મારા ભારતને લાજ આપે છે.
આગરા તારી જેમ અમને પણ,
લોક કાંટાળા તાજ આપે છે.
આ ઇલાકાના લોક ડાહ્યા છે,
મૌન રહીને દવા જ આપે છે.
સિદ્દીકભરૂચી.