મારી આ લાગણીનો દાખલો ખોટો કરી દેશે,
મને આ જાણ નો’તી કે મામલો મોટો કરી દેશે.
કદર કરજે હવાની પણ નહીં તો યાદ રાખી લે,
એ થોડા શ્વાસ માટે પણ તને રોતો કરી દેશે.
કદી ક્યારેય આવીને ના રડતો આ જગત સામે
નહી તો એ આંસુઓનો પણ જગત સોદો કરી દેશે.
ચહેરો એમનો ચમકી રહ્યો એ રીતે જાણે કે,
તેઓ એ ચાંદને ધરતી ઉપર જોતો કરી દેશે.
અચલ નક્કી નથી હોતું સમય ક્યારે કરી દે શું!
પોતે રાજા બની પળવારમાં પ્યાદો કરી દેશે.
✍?અચલ