એક હાથમાં વરિયાળીનું શરબત હોત
મારે પણ ઘર હોત તો ઘરની નિસબત હોત
પથ્થર જેવો હોત અરીસા-સન્મુખ તો
રમેશની ખંડેર સમી ના હાલત હોત
જંગલ જેવું લાગત નહીં હર શ્હેર મને
પગમાં જો ખોવાઈ હિંમત હોત
૨૦ વરસ પહેલાં જે સપનાં આવ્યા’તાં
આજ એ અમથાં હોત તો થોડી લિજ્જત હોત
રમેશના ખિસ્સામાં થોડાં ગીતો છે
એ ય અગર ના હોત તો કેવી હાલત હોત!
~ રમેશ પારેખ