મૌન ઘેરું પાથરીને હું બેઠો !
એક પળને સાચવીને હું બેઠો !
દુર તરતા ઝાંઝવાઓ જોઇને;
એમ લાગે કે તરીને હું બેઠો !
રંગના બદલે ભર્યો છે ભેજ જ્યાં
ચિત્ર એવું ચીતરીને હું બેઠો !
માત્ર તારા આવવાની રાહમાં ;
આંખમાં દરિયો ભરીને હું બેઠો!
ઓસની બુંઁદો પડી’તી ફુલ પર
રોમરોમે નીતરીને હું બેઠો !
આંખ થી તે શું કર્યો જાદુ અગન
કે બધી સીમા વટીને હું બેઠો !
– યજ્ઞેશ દવે ‘અગન’