વધી રહ્યા છે પાપ કળીયુગના હવે તું કલ્કિ બનીને આવીશ ખરો,
થઈ રહ્યા ચીરહરણ સેંકડો દ્રૌપદીના તું કૃષ્ણ બની બચાવીશ ખરો,
હે ઈશ્વર તારી સામે આજે પ્રશ્નાર્થ બની હું આવ્યો છું…
રસ્તે રજળે માં બાપ ની મમતા હવે શ્રવણ ફરી જન્માવીશ ખરો,
આ અણુશસ્ત્રો ની દેખાદેખી ની સામે સુદર્શન દેખાડીશ ખરો,
હે ઈશ્વર તારી સામે આજે પ્રશ્નાર્થ બની હું આવ્યો છું…
સત્તા મોહ વાળા રાજનીતી ના રાવણો ને આવીને સળગાવીશ ખરો ,
ધર્મ ના નામે થઈ રહ્યા આડંબર હવે ફરી ગીતા સમજાવીશ ખરો,
હે ઈશ્વર તારી સામે આજે પ્રશ્નાર્થ બની હું આવ્યો છું…
ભૂખ્યા સુવે પેટ શૈશવ તણા આવીને તારું અક્ષયપાત્ર આપીશ ખરો,
ભેદભાવ આ નાતજાત માં તું હવે માનવ માં માનવતા દિપાવીશ ખરો,
હે ઈશ્વર તારી સામે આજે પ્રશ્નાર્થ બની હું આવ્યો છું…
વિકારો ના નશા માં છે તારો સર્જેલો માનવી એને ભાન અપાવીશ ખરો,
જો ફરી રચના કરે તું એક દુનિયાની તો આ માનવને ફરી બનાવીશ ખરો,
હે ઈશ્વર તારી સામે આજે પ્રશ્નાર્થ બની હું આવ્યો છું..
ધ્રુવ પટેલ ( અચલ )