વર્તવાનાય ઢંગ આવે છે,
જેમ વિંટીમાં નંગ આવે છે.
તકને ઝડપી લે દોસ્ત,પસ્તાશે,
રોજ ક્યાં આ પ્રસંગ આવે છે!
ચંદ્રમૂખીને જોઈ લેવામાં,
કોઇ ઓર જ ઉમંગ આવે છે.
એમ આવે છે મ્રુત્યુ મળવાને,
જેમ ઉડીને પતંગ આવે છે.
કમનસીબોના આંગણે ક્યારેક,
પાપ ધોવાને ગંગ આવે છે.
યાદની એક ટપાલ આવી હોય,
તારા ગાલોમાં રંગ આવે છે.
રૂબરૂ ક્યાં મળાય છે” સિદ્દીક”?
ફોન એના સળંગ આવે છે.
સિદ્દીકભરૂચી.