વસંત….
જો કેવો અભીનય કરે છે વસંત,
નવા રૂપ સાથે સજે છે વસંત.
આ ફૂલો, હવાઓ બધાને ઉમંગ,
કારણ આજ યૌવન ઝીલે છે વસંત.
વધી જાય છે માન એનું એ માટે
હૈયે પાનખરના ખુંચે છે વસંત.
ખરેલા ફૂલોને નવી આશ આવી,
નવા પ્રાણ ફૂલે પુરે છે વસંત.
કે મોસમમાં તાજી ખુશ્બુ ભરીને,
આ સોળે કળાએ ખીલે છે વસંત.
આ કુદરત ને આજે હરખ થાય છે કે
આ આંગણમાં આવી રમે છે વસંત,
કોયલ જેવા કંઠે હવા ગાય ગીતો,
સૂરો થઇ હવામાં તરે છે વસંત.
ખીલ્યા બાદ પાછા સુકાવું પડે છે
આ સૌની કહાની કહે છે વસંત.
અચલ આ ઋતુ તો પ્રણયની છે માટે
આ મોસમ માં ગઝલો લખે છે વસંત.
– ધ્રુવ પટેલ “અચલ”