વૈમનસ્ય જુઓ ચારેકોર છે
ધખાવો હવે તો પ્રેમની ધૂણી.
અપનાવો ભાઇચારાને હવે
સમાજ ચોક્કસ રહેશે ઋણી.
અશાંત અને અધીરાઇ દેખાય
ફેલાવો શાંતિ કોઇ જન ગુણી.
કોઇ એક માણસ થશે નહીં ચાલે
કારણ દેખાશે એ પાશેરમાં પૂણી.
જરુર છે બદલાવ આવે સમાજે
ધર્મસભાની આ વાતોને સૂણી.
પથ્થર તમે થઈ ન શકો સાવ આમ
હૈયાનાં ખૂણે લાગણી રાખજો કૂણી.
વાત સમજી ને ધખાવો પ્રેમની હવે ધૂણી
બાકી રહેશે સાવ આ “નીલ” ની વાત ઉણી.
રચના: નિલેશ બગથરિયા “નીલ”
રાણપર
તા.ભાણવડ
જિ દેવભૂમિ દ્વારકા