બારીઓ ભીની થઈ છે ચોકમાં,
વારતા પૂરી થઈ છે ચોકમાં.
ઓલવાઈ આજ અગરબત્તી અહીં,
ખુશ્બુઓ ઝાંખી થઈ છે ચોકમાં.
કેટલી કળીયોની કિસ્મત જાગતાં,
લાગણી પીળી થઈ છે ચોકમાં.
કાલ જેના નામ બોલાતા હતા,
એ જગા ખાલી થઈ છે ચોકમાં.
છે યુવાની મોબાઈલના હાથમાં,
આ નવી કેડી થઈ છે ચોકમાં.
સિદ્દીકભરૂચી