આજે એ જ ચહેરો નથી તારા કારણે
મારી એક ના એ એવું તે શું કર્યું કે આજે મારો દુશ્મન થયો તું,
આજે તારા ફેંકેલા એસિઙથી મારુ રોમ રોમ બળે તારા કારણે
એકવાર આ ગુનો કરી છૂટી ગયો તું,
પણ મારે તો આ દુઃખ સહેવુ જીવનભર તારા કારણે
મારુ જીવન બરબાદ કરી તારી ખુશી મેળવી ગયો તું,
પણ મારે જીવનભર એક એક ખુશી માટે દુનિયાથી લઙવું પઙશે તારા કારણે
તારા અહમના કારણે મારા જીવન સાથે રમી ગયો તું,
પણ તારી એ રમતની સજા ભોગવવી મારે તારા કારણે
શું ભૂલ હતી મારી કે આજે આમ નિર્દય થયો તું,
આજે મારે બધાની દયા પર જીવવું તારા કારણે
ક્યારેક આ ખૂબસુરતીનો કાયલ હતો તું,
આજે આ ખૂબસુરતી નથી તારા કારણે
એક પ્રહારથી મારા દરેક સપના તોઙી ગયો તું,
હવે આ સપના ફરી નહી જીવી શકું હું તારા કારણે
– કિંજલ પટેલ (કિરા)