એ જિંદગી તને ફૂલો સમાન સમજી હતી,
ફૂલ સંગ કંટક તો હું વિસરી જ ગઈ.
એ જિંદગી તને પૂનમ સમાન સમજી હતી,
પૂનમ પછી અમાસ તો વિસરી જ ગઈ.
એ જિંદગી તને દિપક સમાન સમજી હતી,
દીપક તળે અંધારું તો વિસરી જ ગઈ.
એ જિંદગી તને દરીયા સમાન સમજી હતી,
ભરતી સંગ ઓટ તો વિસરી જ ગઈ.
ખુદ ને જિંદગીનો કાબેલ કિરદાર સમજી હતી,
ખુદ નો આરંભ સાથે અંત તો…..
જાગૃતિ કૈલા
From book “Avsar“