બૂઠઠા ઠુઠા વેચવા કાઢ્યા,
પાંદડા સુંક્કાં વેચવા કાઢ્યા.
વગડાપણું જાળવી રાખવા,
મૃગજળ, ઝાંઝવા વેચવા કાઢ્યા.
ભાદરવો આખો તરસ્યા પછી
મોરલા એ ટહુકા વેચવા કાઢ્યા.
કોણ હવે રમશે અહિયાં?
પાસા, કૂકરા વેચવા કાઢ્યા.
માઁ ને ભૂખી જોઇ ન શક્યો,
કુદકા, ભૂસકા વેચવા કાઢ્યા.
દર્દો ની આ ઊભી બજારે,
ડૂસકાં, ડુમા વેચવા કાઢ્યા.
એક જણ એટલું મોંઘુ થઇ ગયુ.
કિટ્ટા બૂચા વેચવા કાઢ્યા.
-હાર્દિક મકવાણા(હાર્દ)
ફૂલને ક્યાં કાયમ ભ્રમર સંગત હોય છે
ફૂલને ક્યાં કાયમ ભ્રમર સંગત હોય છે, ગૂંજન કરી એ ચૂમે એની રંગત હોય છે. વૃત્તિથી નાહક કેવો બદનામ થયો...