શંકા કુશંકાથી ઘેરાઉ હું, ત્યારે આ જિંદગી,
રણ સમ અનુભવાય છે….
મારું હું ડૂબકી જ્યારે વિશ્વાસ તણા સાગરમાં લીલીછમ વીરડી દેખાય જિંદગી…
ક્રોધમાં નિત્ય ભડભડુ હું, ત્યારે આ જિંદગી
દાવાનળની આગ અનુભવાય છે…
મારું હું ડૂબકી જ્યારે કરુણા તણા જલધિમાં
ઉપવન સમ લહેરાય જિંદગી…
ભોગના મોહમાં પટકાઉં હું, ત્યારે આ જિંદગી,
હાર્યા પછીનો થાક અનુભવાય છે…
મારું હું ડૂબકી જ્યારે ત્યાગ તણા રત્નાકરમાં
અર્થ, જીવ્યાનો સમજાય જિંદગી…
~ ડૉ. ગીતા પટેલ.