જેના તાંડવથી બ્રહ્માંડ ગજે,
જેને સુર અસુર નરનાર ભજે
જેને મસ્તક તિલક ત્રિપુંડ સજે,
જય જય શિવ શંભુ દેવાધિપતે…
પ્રલયમ પ્રલયમ ભુવનમ ભુપતે,
અચલમ અચલમ મૃત્યાધિપતે,
તમ પ્રભુ શંકર દેવ મહાધિપતે
જય જય શિવ શંભુ દેવાધિપતે…
ચરણે ચૌદ ભુવન ત્રિલોક નમે,
જેને સૃષ્ટિના જીવ માત્ર ગમે,
કણ કણ માં શંભુનો વાસ રમે
જય જય શિવ શંભુ દેવાધિપતે…
જેના મસ્તકે જટામાં ગંગાધરે,
શ્રી મહેશમ માંપાર્વતી પતિ વરે,
શ્રીયમ ભૂત પતે ભસ્માંગાકારે ,
જય જય શિવ શંભુ દેવાધિપતે…
જગ યત્ર સર્વત્ર શ્રી મહેશ્વરે,
ગજાનંદ પિતા શ્રી શશિશીખરે,
દદાતી શરણમ્ શ્રી સોમેશ્વરે,
જય જય શિવ શંભુ દેવાધિપતે…
Dhruv Patel (અચલ)