મેં જવાબમાં કહ્યું, શું કૃષ્ણએ પણ રાધાને આમ પુછ્યું હતું?
એણે મને પુછ્યું, શું તુ હંમેશા પ્રેમ કરીશ?
મેં જવાબમાં કહ્યું, શું કૃષ્ણએ પણ રાધાને આમ પુછ્યું હતું?
એણે મને પુછ્યું, શું તુ હંમેશા મારી બનીને રહીશ?
મેં જવાબમાં કહ્યું, શું કૃષ્ણએ પણ રાધાને આમ પુછ્યું હતું?
એણે મને પુછ્યું, શું તુ હંમેશા મને આમ મળવા આવતી રહીશ?
મેં જવાબમાં કહ્યું, શું કૃષ્ણએ પણ રાધાને આમ પુછ્યું હતું?
એણે મને પુછ્યું, શું તુ હંમેશા મારું આમ જ ધ્યાન રાખતી રહીશ?
મેં જવાબમાં કહ્યું, શું કૃષ્ણએ પણ રાધાને આમ પુછ્યું હતું?
એણે મને પુછ્યું, શું તુ હંમેશા મને આમ જ યાદ કરતી રહીશ?
મેં જવાબમાં કહ્યું, શું કૃષ્ણએ પણ રાધાને આમ પુછ્યું હતું?
એણે મને પુછ્યું, શું તુ હંમેશા મારી પાસે રહીશ?
મેં જવાબમાં કહ્યું, શું કૃષ્ણએ પણ રાધાને આમ પુછ્યું હતું?
આખરે એણે મને એવો પ્રશ્ન પૂછ્યો જેનો જવાબ આપવો કહેલો અને અઘરો બંને હતો,
એણે મને પુછ્યું, શું તુ ક્યારેય પાછું વળીને જોઈશ?
મેં જવાબમાં કહ્યું, શું કૃષ્ણએ ક્યારેય પાછું વળીને જોયું હતું?
– કિંજલ પટેલ (કિરા)
આ કહાની રાધા અને કૃષ્ણની નથી કે એમણા પેમ સાથે સરખામણી પણ નથી. બસ મારી રીતે પ્રેમની ઓળખાણ આપવાનો પ્રયત્ન કર્યો છે. મારે એટલું કહેવુ છે કે રાધા અને કૃષ્ણની જેમ નિશ્વાર્થ પ્રેમ કરો, એમની જેમ પૂજાવાની ઘેલછા સાથે નહી…. !!