કોઈનું કામ કરી છડેચોક પોકારવું,
એ મા-બાપે આપેલા સંસ્કાર નથી.
કોઈને મિત્ર કહી દુશ્મનાવટ રાખવી,
એ મા-બાપે આપેલા સંસ્કાર નથી.
કોઈની ભૂલને નીચું બતાવવા કહેવી,
એ મા-બાપે આપેલા સંસ્કાર નથી.
કોઈને વિશ્વાસ આપીને લૂંટી લેવું,
એ મા-બાપે આપેલા સંસ્કાર નથી.
કોઈનો હક્ક બળજબરી છીનવવો,
એ મા-બાપે આપેલા સંસ્કાર નથી.
કોઈને દુઃખી જોઇને આનંદિત થવું,
એ મા-બાપે આપેલા સંસ્કાર નથી.
કોઈના કેન્દ્રમાં રહેવા દુઃખ વેચવું,
એ મા-બાપે આપેલા સંસ્કાર નથી.
કોઈને પ્રેમ કહીને હવસ ભોગવવી,
એ મા-બાપે આપેલા સંસ્કાર નથી.
– પ્રીત લીલા ડાબર “Vibrant writer” ✍️