દૂધ, પાણી અલગ બતાવ્યા કર,
સત્ ,અસત્ ને જુદા જ રાખ્યા કર,
એ જ ઈશ્વર છે એમ સમજીને,
શીશ જ્યાં ત્યાં ન તુ નમાવ્યા કર.
એના દ્વારા મને મળ્યું શીખવા,
કોઈ બ્હાને પ્રજા લડાવ્યા કર.
હિન્દુ-મુસ્લિમને છોડ, હે ખુરશી!
મોઘવારીને પણ ઉછાળ્યા કર.
ધર્મ મારો , વતનને શોભાવું,
તારી આદત સતત બગાડ્યા કર,
તો જ સંબંધની વેલ પાંગરશે,
દિલની પાસે તુ રોજ આવ્યા કર.
વાહવા…થી ફૂલાવ ના ફૂગ્ગો,
થોડું સમજી ગઝલને વાંચ્યા કર.
‘ દોસ્તી’ જેને કરવી હો ” સિદ્દીક”,
એમને મારૂં દિલ બતાવ્યા કર.
સિદ્દીકભરૂચી.