મને એમ તારો અઝાબ દે,
સદા ઈશ્કની તું શરાબ દે.
તને રોજ વાંચુ ચહી ચહી,
તુ ગઝલની એવી કિતાબ દે.
કહું દુખ તો જીવન નિરસ બને,
તને ક્યાં કહું છું હિસાબ દે.
તને “એસેમેસ” કરૂં શેરમાં,
તું ગઝલમાં મુજને જવાબ દે.
નહીં કોઈ બદલી શકે નઝર,
તુ એ ચંદ્ર-મુખને નકાબ દે.
સિદ્દીકભરૂચી.