સમંદરમાં રહી મગ્ગરથી ડરવાની જરૂરત છે?
અરે, ઝાકળ બદનવાળા, સમજવાની જરૂરત છે.
વિદેશી કંઇ હવાઓથી વતન બદલાઈ રહ્યો છે,
નવા લોકો, તમારે પણ બદલવાની જરૂરત છે?
ઘણું બોલી રહ્યો છે ‘ જૂઠ’, ઊંચેથી અદાલતમાં,
વધુ વિકસે એ પહેલાં ઝેર કરવાની જરૂરત છે.
તમારી જાત બાળીને તમે ફોરમને પ્રસરાવી,
એ કારણ તિથિઓ અમને ઉજવ્વાની જરૂરત છે.
હવે બદલી ગઈ છે સત્યની સીકલ નવા યુગમાં,
હ્રદયના શાંત પાંણીમાં ઉતરવાની જરૂરત છે.
સઘન અંધારને જો દૂર કરવું હોય તો ” સિદ્દીક”,
એ મીણબત્તી સમા તમને પીગળવાની જરુરત છે.
સિદ્દીકભરૂચી.