સમી જાય આ તુફાન તો હવે સારુ છે …
થઇ જશે ઘર કંઈક વેર વિખેર નહિ તો …
ડર છે હવે પોતાને અને પોતાના થી દૂર થઇ જવાનો …
સમય રહેતા સંભાળી જવાય તો સારુ છે …
ભૂલ થઇ પડશે નહીં તો ભારી ….
જો આમ જ રહી બેદરકારી …
જિંદગી થઇ જશે નામ શેષ નહિ તો …
નહિ જો તુફાન હવે આ રોકાઈ તો ..
ઘર માં રહેવાથી જ સુરક્ષિત છીએ …
એ વાત હવે સારુ છે સમજાય તો …
સમીજાય આ તુફાન તો હવે સારુ છે ….
થઇ જશે ઘર કંઈક વેર વિખેર નહીં તો ….
~ હેતલ જોષી