ટળવળતા રહ્યા એ માસૂમ પંખી
‘ને સળગી એની પાંખો
સાંભળી આજે એ ઘટના રડી પડી સૌ કોઈની આંખો.?
કહે એ બાળકો અંતરાત્માને કે
અમે તો હતા લાચાર…
પણ તમાશો જોનારા તમે તો નહોતા લાચાર ?
ધિક્કાર છે આજે એ માણસજાત પર જે નિહાળી રહી હતી તમાશો.
ના રહ્યા પ્રાણ પંખેરૂ આ લાચાર શરીરમાં તોય જોતા રહ્યા તમાશો?
કાપડનું છે આ શહેર તો પણ ઉભા ના રહ્યા
નીચે બટકું કાપડ લઈ અમને ઝીલવા…
આટલા નિઃ હૃદયી કેમ થઈ ગયા લોકો ? કે ના દીધા અમને ખીલવા.?
તારાઓ પણ આકાશમાં પડી ગયા છે આજે ઝાંખા
આપે પ્રભુ એ કોમળ આત્માને શાંતિ એ જ ગાવી આજે ગાથા.?
????