તું પોતે પોતાનું ના વિચારીશ,
તો તારું કોણ વિચારશે?
આજ થી વિચાર કર…
નિર્ભરતાને હજારો વર્ષ થયા,
હજુ હાથ ક્યારે ઉઠાવીશ?
હવે ડરવાનું બંધ કર…
દયા માંગવાની આદત પડી છે,
તારી ખુદ્દારી ક્યારે જાગશે ?
ભીખ માંગવી બંધ કર.
નથી રહ્યો પોતાના પર ગર્વ,
સ્વમાન પાછું કયારે લાવીશ ?
સ્ત્રીત્વ પર ગૌરવ કર…
બે-ચાર ઉપર આવી તેની ખુશી,
સાચી સમાનતા ક્યારે આવશે?
સમસ્યા પર ચિંતન કર…
નિર્ણય લેવાનો તને અધિકાર નથી,
સાચે જ સ્વતંત્ર ક્યારે થઈશ?
સમાધાન માટે ધ્યાન કર…
– પ્રીત લીલા ડાબર