અબળા ના ત્યારે હતી એ, ના આજ છે,
મર્યાદાનો પાલવ ઓઢી દયાની દેવી છે એ..
જાળવીશ માન તો કરુણામૂર્તિ છે એ,
છેડયો જો પાલવ તો કાલી સ્વરૂપ છે એ..
પ્રેમથી પૂજો તો મમતાની મૂરત છે એ,
કરો ઘા સમ્માન પર તો દુર્ગા સ્વરૂપ છે એ..
નથી એ કોઈને પરવશ,પ્રેમને જ વશ છે એ,
સાચી છે જો ભાવના તો ભાવતારિણી છે એ..
ઝાલે જો એક વાર હાથ તો ભવ પાર પાડે એ,
જો આવી નિભાવવા પર તો સાત જન્મ પાર ઉતારે એ..
અબળા અબળા ના નામે સમાજ જેને ધરબાવે છે,
અરે જો તોડે પગની બેડીઓ તો જગતનાં નાથને પણ ઝુકાવે એ..
~ નૂતન જીયાની
Exclusively on Kavijagat From book “Avasar“