સ્મિત એનું વફા ગણી બેઠા,
કઇ ખતાથી ખુદા ગણી બેઠા!
મારગો ઇન્તજાર કરવાને,
બેગુનાહની સજા ગણી બેઠા.
કોઇ ઉત્તરના ચિન્હો ના મળતાં,
એજ ઉત્તરને “ના” ગણી બેઠા.
ચાર ભેગી જરીક યાદો થઇ,
લોક એને સભા ગણી બેઠા.
અહીં દટાયા,નહીં કરી હિજરત,
તોય એ બેવફા ગણી બેઠા.
શું લપસ્યા પગથિયું “મોદીજી,
નેશનલ આપદા ગણી બેઠા
લાભ ને ભય જણાયું જ્યાં’સિદ્દીક’,
એ જ વસ્તુ ખુદા ગણી બેઠા.
સિદ્દીકભરૂચી.