આ દિલમાં હલચલ થઇ છે
એક ચહેરે જો લટ ઉડી છે.
જીવતરે આ શમણાં જાગ્યા છે
રાત જો હવે તો હર સજી છે.
આગમન એનું તો ચોક્કસ બને
એ આ હૈયે જો આશ મઢી છે.
શબ્દો આ મારાં એને કદાચ ગમશે
એટલે તો આજ કવિતા રચી છે.
ને બને અમારી ઉપવન થવાની વાત
તો એજ હવે જો ઉગતી કળી છે.
કહેવાનું આમ તો છે ન કશું બાકી
છતાં કહું તો એ ચોક્કસ ગમી છે.
રચના: નિલેશ બગથરિયા “નીલ”
રાણપર
તા.ભાણવડ
જિ દેવભૂમિ દ્વારકા