હું તને યાદ બનીને આવીશ
હું ફરિયાદ બનીને આવીશ
રાત્રે તું ઝબકીને જાગી જઇશ
હું નાદ બનીને આવીશ
મને ભૂલવાનો તું ડોળ ના કર
તારો આંતરનાદ બનીને આવીશ
છપ્પનભોગ પણ મોઢે નહીં લાગે
હું ચુંબનનો સ્વાદ બનીને આવીશ
ઝળહળતાં તારાં સૂર્યોદય સમયે
હું ઝુરતી રાત બનીને આવીશ
આંસુનાં આચમન કરાવીશ તને
હું ગઝલની દાદ બનીને આવીશ
કેમ કાઢીશ તું મને જીવનમાંથી
આત્માનો વિખવાદ બનીને આવીશ
પ્રેમ થાય છે એક ને માત્ર એક વાર
સમજુતીમાં વિવાદ બનીને આવીશ
-મિત્તલ ખેતાણી