આંખ બંધ કરી કોઈનાં પર આમ મરી ના જાઓ
ને વચન આપી અમને તમે આમ ફરી ના જાઓ
ફરો છો તમે થઈને ગુમનામ આ મહેફિલમાં
પણ નામને મારાં બદનામ આમ કરી ના જાઓ..
યાદોનાં દરિયામાં ડુબ્યા હતાં તમે પણ સાથે
ને મઝધારે છોડી મુજને તમે આમ તરી ના જાઓ
હજી તો સુકાયા નથી મારી આંખમાંથી અશ્રુ
ને તમે આંખને મારી અશ્રુથી આમ ભરી ના જાઓ..
માન્યું છે મેં તમને ગગનમાં ચમકતો ચાંદલો
ને બની ખરતો તારો તમે આમ ખરી ના જાઓ
મુશ્કેલ નથી માર્ગ પ્રેમનો જો હિંમત કરશો તો
પણ તમે માર્ગ પર ચાલવાથી આમ ડરી ના જાઓ
✍️ કાનજી ગઢવી