આંખ પર કોઇ બોજ લાદીને,
ક્યાં ફરો છો નજર ઝૂકાવીને.
યાદ કરતાં ખુશીઓ મ્હેકે છે,
પૂષ્પે આપી સલાહ ઉદાસીને.
ઊંઘી રહ્યો છે ગમ રવિવારે,
કત્લ ના કર સમય બગાડીને.
જ્યાં જરૂરત જણાઈ સૂરજની,
હૂંફ આપી હ્રદય જલાવીને.
એય કૈફી થયો હવે ‘” સિદ્દીક”,
શાયરીની કિતાબ વાંચીને.
~ સિદ્દીકભરૂચી.