અરે ! કેમ આજે ઉદાસી હતી ?
અમે જાત ને યે ચકાસી હતી.
શરાબી ખુદીના નશામાં હતો,
અને આંખ એની,પિયાસી હતી.
તમારો સહારો કયાં છે હવે ?
ઇચ્છાઓ બધી બારમાસી હતી.
રડું હું,હસું હું,રડાવું -હસાવું અને,
ક્રિયાઓ સમયની જ દાસી હતી.
વફાઈ કરો કે , કરો બે-વફાઈ ,
અમે તો ખુદીને , તપાસી હતી.
*
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘