કિનારે કિનારે તરી જો,
ભર વસંતમાં તું ખરી જો.
ગઝલની રવાની થઈ છે,
દુબારા દુબારા કરી જો.
ભરાશે સભા શોકની તો,
મરણથી પહેલાં મરી જો.
અહીં તો ઉદાસી છવાઈ,
નયનમાં અશ્રુઓ ભરી જો.
કદી શ્વાસમાં એ સમાશે,
હવાને સહારે સરી જો.
ક્ષણો છે ઉમંગી સવારે,
ઉપવને પર્ણ પર ઠરી જો.
*
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘