ગામમાં પહેલી વાર કરફ્યુ છે
છોડને પ્યાર -બ્યાર કરફ્યુ છે
લાગણી બ્હાર લાવું પણ ક્યાંથી
બંધ છે મનના દ્વાર કરફ્યુ છે
હાલ શું છે નથી ખબર અંતર
ક્યાંથી લાવું ચિતાર કરફ્યુ છે
લોક ડાઉન છું ભીતરેથી હું
ક્યાંથી આવે વિચાર કરફ્યુ છે
ખુદ જીવીએ ને જીવવા દઈએ
ધર ધીરજ થોડી યાર કરફ્યુ છે
હું ભીતરના એકાંતમાં બેસી
સાંભળું છું સિતાર કરફ્યુ છે
કોઈ મજબૂર લાગે છે ‘સાગર’
આપીદે દિલ ઉધાર કરફ્યુ છે
~ રાકેશ સગર , “સાગર”