તમારા થકી છે દિવાળી દિવાળી,
મને તો ગમી છે દિવાળી દિવાળી.
હતાં જો તમે સાથમાં તો ખરેખર,
વરસભર રહી છે દિવાળી દિવાળી.

મિત્રોને મળીને મળીને અમે તો,
આ ભેગી કરી છે દિવાળી દિવાળી.
રજા કામમાં હોય એને જ લીધે,
વધારે વધી છે દિવાળી દિવાળી.
અને આપણી બહુ મજાને ભરોસે,
જુઓને ચગી છે દિવાળી દિવાળી.
~ જીતેન્દ્ર ભાવસાર