એક વાદળી આજ રીમઝીમ વરસી છે
એક વાદળી આજ રીમઝીમ વરસી છે
ભીની માટીની ગંધ હૈયે પ્રસરી છે.
આવી જશે કદાચ એ આ ચોમાસે
મનમાં ભીંજાતી એ વાત ટહુકી છે.
મોતીડા આ સુખદ ક્ષણોના પરોવાઈ જશે કદાચ
વિજળી જાણે! વાદળે એટલે જ ચમકી છે.
ઉગી જઇ લીલાશ પથરાશે જીવતરે હવે
હૈયાના ખૂણે કોઈ વાત હજી ભીની છે.
પ્રીતે જીવવું ને પછી “નીલ “પ્રીતે મરવું
આજ તો માટીના મનેખની રૂડી રીતિ છે.
નિલેશ બગથરિયા
“નીલ “