કોઈ ઝંખે, કોઈ ડંખે છે તને;
જોઈએ એ રોજ વંદે છે તને !
જોઈએ, આ જોઈએ, એ જોઈએ–
એનાં રંગે એજ રંગે છે તને !
જ્યાં સુધી છે દૃશ્યમાં પ્યારે સખે,
ત્યાં સુધી પીનાર ઝંખે છે તને !
માન-મર્યાદા બધી તારી જણસ,
જાણ બ્હારા સૌ ઉલંઘે છે તને !
રંગરોગાનો બધું ભૂલી જશે;
કામળી આપી ય સંતે છે તને ?
ગુણવંત ઉપાધ્યાય