એક સાંધો ત્યાં તેર તૂટે છે
ગઝલનો જેમ શેર ખૂટે છે,
એકલદોકલ ક્યા કોઈ કહે છે
વાંક કાઢવા વણજાર છુટે છે,
મૌનની પરીક્ષા વેણ કરે છે
એકધારુ ઉંડાણે મન લડે છે,
ફરિયાદીના ત્યાં બોલ હારે છે
નિર્ણય જ પોલમપોલ ચાલે છે,
હરીફાઈ જિંદગીની એ હારે છે
શિખરે પહોંચવા જે વેઠ કરે છે.
– નિમુ ચૌહાણ..સાંજ