પ્રતીક્ષા તમારી
પ્રતીક્ષા તમારી,તો પાંખે ચઢી છે
સમયની ક્ષણેક્ષણ લો ડૂસકે ચઢી છે
થયું’તું કદી જે મિલન બાંકડે, ત્યાં,
હરખતી એ વેલીઓ શાખે ચઢી છે
સમી સાંજની આ હતાશા લઇને,
અપેક્ષા નઠારી યે જીદ્દે ચઢી છે
હતાં શબ્દનાં ગાલ પર કઇ ઉઝરડા,
ને પીડા,ગઝલની ત્રિલોકે ચઢી છે
ખરે પાન સઘળાં જુઓ પાનખરમાં
હવે લાગણીઓ વસંતે ચઢી છે
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’