પ્રેમ જેવી કોઈ દવા જ નથી,
એ વિના દર્દમાં મજા જ નથી.
રાહમાં રોજ રાહ જોવાની,
આ સજાથી વધી સજા જ નથી.
એક ક્ષતિએ જ સ્વર્ગ છોડાવ્યું,
એવી જગમાં કોઇ ખતા જ નથી.
જ્યાં મરીનેય આદમી જીવે,
દિલના જેવી અહીં જગા જ નથી.
મિત્રની લીસ્ટ ખૂબ લાંબી છે,
ભાઈ જેવા મગર સગા જ નથી.
ભોગવે છે હવે એ વેકેશન,
જેઓ કહેતા હવે રજા જ નથી.
લોક સંતોની પાસ દોડે છે ,
“મા”થી મોટી બીજી દુવા જ નથી.
સિદ્દીકભરૂચી.